loader

Breaking News


Home > Bollywood > હેટ સ્ટોરી -૪માં ઉર્વશી સાથે કરણ વાહી ચમકશે


Foto

હેટ સ્ટોરી -૪માં ઉર્વશી સાથે કરણ વાહી ચમકશે

Sept. 25, 2017, 1:50 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ ફિલ્મોમાંદાવતે ઇશ્ક મારફતે ડેબ્યુ કરનાર ટીવીના લોકપ્રિય સ્ટાર કરણ ફરી એકવાર લોકપ્રિયતા મેળવી લેવા માટે તૈયાર છે. તે ઉર્વશી રોટેલાની સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે બોલ્ડ અનમે સેક્સી સીન જાવા મળનાર છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

ટુંક સમયમાં જ હવે શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. કરણ અને ઉર્વશી લંડનમાં ફિલ્મનુ શુટિંગ કરી રહ્યા છે. સુરવીન, જય ભાનુશાળી અને કરણ સિંહ ગ્રોવર બાદ કરણ વાહી ફિલ્મમાં સામેલ થનાર વધુ એક ટીવી સ્ટાર બની ગયો છે. ફિલ્મના નિર્માતા તરીકે ભૂષણ કુમાર છે. ડાયરેક્ટર તરીકે વિશાળ પંડ્યા છે. ફિલ્મમાં લોકપ્રિય સ્ટાર ઇહાના ઢિલ્લો પણ છે.

આ ફિલ્મમાં પ્રેમ સંબંધોની વાર્તાને મજબુત રીતે રજૂ કરવામાં આવનાર છે. આ અગાઉ ગુરમીત ચૌધરી ફિલ્મમાં અભિનેતા તરીકે રહેશે તેવી ચર્ચા હતી. ગુરમીત હવે જેપી દત્તાની ફિલ્મ પલટનમાં વ્યસ્ત થઇ ગયો છે. જેથી તે આ પ્રોજેક્ટથી દુર થઇ ગયો છે. ફિલ્મ માટે પહેલા સુરજ પંચોલીનુ નામ પણ સપાટી પર આવ્યુ હતુ.



તેના નામ પર સહમતી થઇ ન હતી. હવે કરણ વાહીની પસંદગી કરવામાં આવી છે. હેટ સ્ટોરી થ્રીલર ફિલ્મ છે. તેના ત્રણ પાર્ટ પહેલા બની ચુક્યા છે. ત્રણેય ફિલ્મોને સરેરાશ સફળતા હાથ લાગી છે. આમાં મોટા ભાગે ટીવી કલાકારો નજરે પડ્યા છે.ટીવી કલાકારોને ફિલ્મમાં લેવાની પરંપરાને ભુષણ કુમારે જાળવી રાખી છે.



તમામ ટીવી સ્ટાર ફિલ્મોના કારણે ધીમે ધીમે જાણીતા થઇ રહ્યા છે. કરણ અને ઉર્વશીની જોડીને કેટલી સફળતા મળે છે તે બાબત તો સમય જ બતાવશે પરંતુ હાલના સમયમાં કોમેડી ફિલ્મોને ચાહકો વધારે પસંદ કરી રહ્યા છે તે બાબત તો જાણીતી રહી છે