loader

Breaking News


Home > National > કર્ણાટક પેટાચૂંટણી : લોકસભાની 3 અને વિધાનસભાની 2 બેઠકો પર મતદાન ચાલુ


Foto

કર્ણાટક પેટાચૂંટણી : લોકસભાની 3 અને વિધાનસભાની 2 બેઠકો પર મતદાન ચાલુ

Nov. 3, 2018, 12:42 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકો માટે શનિવારે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીને શાસક કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે પરીક્ષા માનવામાં આવે છે, કારણ કે પરિણામોની અસર રાજ્યના રાજકીય દ્રષ્ટિકોણ પર પડી શકે છે.

આ ચૂંટણીને એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે બંને પક્ષો સાથે મળીને મેદાનમાં ઉતર્યા છે અને આગામી લોકસભા ચૂંટણી અગાઉ આ કોંગ્રેસ - જેડીએસ માટે પરીક્ષાનો સમય છે. પેટાચૂંટણી બાદ રાષ્ટ્રીય સ્તર પર ભાજપનો સામનો કરવા માટે તમામ વિપક્ષી દળો એકજૂથ થવાની કોશિશોમાં લાગ્યા છે.

મતદાન પહેલાં હુચાર્ય સ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચેલાં યેદીયુરપ્પાએ કહ્યું હતું કે 101 ટકા મારો પુત્ર રાઘવેન્દ્ર ચૂંટણી જીતશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પૂર્ણ બહુમતીથી દરેક બેઠક જીત રહી છે સાથે સાથે બેલ્લારી, જામખડી બેઠકો ઉપર પણ અમે જીતી રહયા છીએ.