loader

Breaking News


Home > National > કર્ણાટક : શપથનાં પાંચ દિવસ પછી પણ કેબિનેટ નથી બની, કુમારસ્વામી આવશે દિલ્હી


Foto

કર્ણાટક : શપથનાં પાંચ દિવસ પછી પણ કેબિનેટ નથી બની, કુમારસ્વામી આવશે દિલ્હી

May 28, 2018, 11:46 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : કર્ણાટકમાં મોટા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસનાં સમર્થનથી જનતા દળ સેક્યુલરનાં એચડી કુમારસ્વામીએ મુખ્યમંત્રી તરીકે ૨૩ મેં નાં રોજ શપથ લીધા હતા પરંતુ કેબિનેટનાં શપથ હજુ સુધી લેવાયા નથી. બંને પાર્ટીઓમાં કેબિનેટ અને વિભાગોની ફાળવણીને લઈને દિલ્હીથી બેંગ્લોર સુધી મંથન ચાલી રહ્યું છે. આ વચ્ચે કુમારસ્વામી આજે દિલ્હી પહોંચ્યા છે. તેઓ ત્યાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને કર્ણાટકનાં પ્રભારી કે.સી વેણુગોપાલ સાથે મુલાકાત કરશે.

આ પહેલા વેણુગોપાલે જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ સરકારમાં વિભાગોની ફાળવણી એક બે દિવસમાં થઇ જશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની વિદેશ જવાની યોજના વિભાગોની ફાળવણી માટે અડચણરૂપ નહિ બને.