loader

Breaking News


Home > National > કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ - JDS ની વિરૂદ્ધમાં હતો : અમિત શાહ


Foto

કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ - JDS ની વિરૂદ્ધમાં હતો : અમિત શાહ

May 22, 2018, 5:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં પોતાની પાર્ટીની સરકાર બનવામાં નિષ્ફળ પ્રયાસ થયા પછી પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની પાર્ટીની સરકાર બનાવવાના નિષ્ફળ પ્રયાસનો અમિત શાહે બચાવ પણ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને કોઈપણ પ્રકારનું સમર્થન લોકો તરફથી મળ્યું નથી. આ ગઠબંધન અપવિત્ર ગઠબંધન તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવાનો દાવો કરવાની બાબત બિલકુલ યોગ્ય હતી.

ભાજપ ઉપર સરકાર બનાવવા માટે હોર્સ ટ્રેડિંગની મદદ લેવાના પ્રયાસોના આક્ષેપો પર વાત કરતા શાહે કહ્યું હતું કે કોંગ્રેસે સમગ્ર અસ્તબલની ખરીદી કરી લીધી હતી. કોંગ્રેસ પર સુપ્રિમ કોર્ટમાં પણ ખોટા નિવેદન કરવાનો અમિત શાહે આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસે એવી ખોટી વાત કરી હતી કે યેદીયુરપ્પાએ બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલ પાસેથી સાત દિવસનો સમય માંગ્યો હતો. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની સાથે રહ્યો નથી. પ્રજાએ કોંગ્રેસને જ્યાંથી હરાવી શકવાની સ્થિતિ હતી ત્યાંથી ફેંકી દીધી હતી.