loader

Breaking News


Home > National > કર્ણાટક : કુમારસ્વામીએ વિશ્વાસમત જીત્યો, સમર્થનમાં ૧૧૭ વોટ પડ્યા


Foto

કર્ણાટક : કુમારસ્વામીએ વિશ્વાસમત જીત્યો, સમર્થનમાં ૧૧૭ વોટ પડ્યા

May 25, 2018, 4:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસમત મેળવી લીધો છે. જેડીએસ - કોંગ્રેસ સરકારના સમર્થનમાં ૧૧૭ વોટ પડ્યા હતા. ૫૮ વર્ષીય કુમારસ્વામીએ બુધવારે મુખ્યમંત્રી પદની શપથ લીધા હતા. બીજીબાજુ વિધાનસભામાં વિપક્ષી દળનાં નેતા યેદિયુરપ્પાએ ભાજપના ધારાસભ્યો સાથે સદનનો બહિષ્કાર કર્યો હતો.

વિશ્વાસ મત પ્રસ્તાવ પહેલાં આજે કોંગ્રેસનાં શ્રીનીવાસનપૂરમથી ધારાસભ્ય રમેશ કુમારને કર્ણાટક વિધાનસભાનાં નવા સ્પિકર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપે સ્પિકર પદ માટે દાવેદારી નોંધાવી હતી પરંતુ મતદાન પહેલા નામ પાછું ખેંચી લીધું હતું. ભાજપ નેતા યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે તેઓ સ્પિકર પદ માટે ભાજપ ઉમેદવારનું નામ પાછું ખેંચી લઈએ છીએ કેમ કે સ્પિકર પદની ગરિમાનું ધ્યાન રાખતા તેઓ ઈચ્છે છે કે ચુંટણી સર્વસંમતીથી યોજાય.