loader

Breaking News


Home > National > કર્ણાટક : ભાજપને ઝટકો, કોંગ્રેસે જીતી જયનગર વિધાનસભા બેઠક


Foto

કર્ણાટક : ભાજપને ઝટકો, કોંગ્રેસે જીતી જયનગર વિધાનસભા બેઠક

June 13, 2018, 4:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર : કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. જયનગર વિધાનસભા બેઠક કોંગ્રેસે જીતી લીધી છે. કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડીએ 16 રાઉન્ડની ગણતરી બાદ ભાજપના ઉમેદવાર બીએન પ્રહલાદને લગભગ 2900 મતથી હાર આપી હતી. આ અગાઉ આઠમાં રાઉન્ડની ગણતરી પછી કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડી ભાજપના ઉમેદવાર કરતા 10,205 વોથી આગળ હતા. મતોની ગણતરી સવારે આઠ વાગ્યે શરુ થઇ હતી.

આ જીત સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસની 80 બેઠકો થઇ ગઈ છે. કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસને 78 બેઠકો મળી હતી. ત્યારબાદ આરઆર નગરમાં થયેલ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને જીત મળી હતી. આજે જયનગર બેઠક પર કોંગ્રેસની જીત થતાં હવે 80 બેઠકો થઇ ગઈ છે.