loader

Breaking News


Home > National > કર્ણાટક : યેદીયુરપ્પાએ આપ્યું રાજીનામું, કુમારસ્વામી બનશે મુખ્યમંત્રી


Foto

કર્ણાટક : યેદીયુરપ્પાએ આપ્યું રાજીનામું, કુમારસ્વામી બનશે મુખ્યમંત્રી

May 19, 2018, 4:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં ચાલી રહેલા પોલીટીકલ ડ્રામાનો અંત આવ્યો છે. બહુમત પુરવાર કરતાં પહેલા જ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. તેઓએ પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું કે હું રાજ્યમાં ફરી જવા તૈયાર છું અને લોકોના દિલ જીતીને આવીશ.

ઉલ્લેખનીય છે કે બહુમતનો આંકડો પૂરો નહીં થવાની સ્થિતિમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરવાને બદલે યેદિયુરપ્પા રાજીનામું આપી શકે છે તેવા અહેવાલ આવ્યાં હતા તે એકદમ સટીક સાબિત થયા હતા.

તેઓ હવે તેમનું રાજીનામું રાજ્યપાલને સોંપશે. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા જશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે જેડીએસનાં કુમારસ્વામીને ટેકો આપેલ છે.