loader

Breaking News


Home > National > કર્ણાટકનું હાઈવોલ્ટેજ ડ્રામાં હજુ બાકી છે, ભાજપ ૮ ધારાસભ્યોની બહુમતી કયાંથી લાવશે?


Foto

કર્ણાટકનું હાઈવોલ્ટેજ ડ્રામાં હજુ બાકી છે, ભાજપ ૮ ધારાસભ્યોની બહુમતી કયાંથી લાવશે?

May 17, 2018, 1:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક: કર્ણાટકમાં બે દિવસથી ચાલતાં નાટકનો અંત આવ્યો છે રાજ્યપાલ વજુભાઈ વાળાએ મોડી રાત્રે ભાજપને સરકાર રચવા આમંત્રણ આપતા આજે સવારે યેદિયુરપ્પાએ આજે ત્રીજા મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલની હાજરીમાં શપથવિધિ લીધી હતી.જેનાં કારણે ભાજપમાં જશનનો માહોલ છે.જોકે આ જશનનો માહોલ માતમ ફેરવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જો ભાજપ ૧૫ દિવસની અંદર વિધાનસભામાં ૮ ધારાસભ્યોની બહુમતી પસાર નાં કરી શક્યું તો તેમની સરકાર પડી જશે અને કોંગ્રેસ અને જેડીએસની ગઢબંધનની સરકાર કર્ણાટકમાં સ્થાયી બની જશે. જોકે યેદિયુરપ્પા દાવો કરી રહ્યા છે કે અમે બહુમત સાબિત કરીશું.આવી તનાવભરી પરીસ્થિતિ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસએ આરોપ લગાવ્યો કે અમારા ધારાસભ્યોને કોઈ પણ ભોગે ભાજપ ખરીદી લેવાં એડી-ચોટીનું અને સામ,દામ,દંડ, ભેદ વાળી નીતિ અપનાવી રહી છે. કુમારસ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાજપ અમારા ધારાસભ્યોને ખરીદવા હવાતિયા મારી રહી છે અમને ૧૦૦-૧૦૦ કરોડની ઓફરો કરી રહીં છે.આ અતિ શરમજનક કહેવાય ભાજપ લોકશાહી અને બંધારણની ધજીયા ઉડાઈ રહી છે. જોકે યેદિયુરપ્પાએ આજે દાવો કર્યો હતો કે અમે ૨, ૩ દિવસમાં બહુમતી લાવી દઈશું. કુમારસ્વામીએ જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસ પાસે ૧૧૬ ધારાસભ્યો છે ભાજપ પાસે તો ધારાસભ્યોનું પુરતું સંખ્યાબળ પણ નથી તો ભાજપ કઈ રીતે બહુમત સાબિત કરી સરકાર રચશે?