loader

Breaking News


Home > National > મરીના બીચ પર જ દફનાવવામાં આવશે કરુણાનિધિને, સાંજે 5 વાગ્યે શરુ થશે અંતિમ યાત્રા


Foto

મરીના બીચ પર જ દફનાવવામાં આવશે કરુણાનિધિને, સાંજે 5 વાગ્યે શરુ થશે અંતિમ યાત્રા

Aug. 8, 2018, 2:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી અને DMK નાં પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે ૯૪ વર્ષની ઉંમરે નિધન થઇ ગયું હતું. કરુણાનિધિનાં નિધન બાદ તામિલનાડુ સહીત સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રાજ્યમાં એક દિવસની રજા અને સાત દિવસનાં શોકની જાહેરાત કરવામાં આવી છે.

કરુણાનિધિનાં નિધનની જાણ થતાં જ DMK સમર્થકો સડકો રડતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અંતિમ દર્શન માટે ચેન્નાઈ પહોંચેલા સમર્થક બેકાબુ થઇ જતા ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કરુણાનિધિના નિધન બાદ તેમને દફનાવવાનો જે વિવાદ થયો હતો તે સોલ્વ થઇ ગયો છે. આજે સવારે આ અંગે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી જેમાં કોર્ટે DMK નાં નેતા તેમજ તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનાં પાર્થિવ શરીરને મરીના બીચ પર દફનાવવાની અનુમતિ આપી હતી.