loader

Breaking News


Home > National > કાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન યોજાયું


Foto

કાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન યોજાયું

Oct. 13, 2018, 5:16 p.m.
      Whatsapp   

જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સવારે શાંતપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મથકો ખાલીખમ દેખાયા હતા.આ તબક્કામાં જે વિસ્તારમાં મતદાન થઇ રહ્યુ છે તેમાં મોટા ભાગના અલગતાવાદીઓના પ્રભાવ હેઠળના રહેલા છે. કેટલાક વોર્ડ દક્ષિણ કાશ્મીરમાં હોવાના કારણે ઓછા મતદાનની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાશ્મીર ખીણમાં વર્ષ ૧૯૮૯માં ત્રાસવાદની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સામાન્ય રીતે ત્યાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ૧૩ વોર્ડમાં મતદાનની ટકાવારી વધારે રહેવાની શક્યતા છે. બીજા તબક્કામાં ૧.૨૬ લાખ મતદારો વાળા જમ્મુમાં ૮૦ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ૨.૨૦ લાખ મતદારો ધરાવનાર કાશ્મીરમાં ઓછુ મતદાન થયુ હતુ. અહીં માત્ર ૩.૪ ટકા મત પડ્યા હતા. બીજા તબક્કામાં ૩.૪૭ લાખ મતદારો હતા અને ૩૧.૩ ટકા મતદાન થયુ હતુ. સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે.