loader

Breaking News


Home > National > પત્રકાર શુજાત બુખારીની અંતિમયાત્રામાં કાશ્મીરીઓની ભીડ ઉમટી પડી, આંતકીઓને આપ્યો જડબાતોડ જવાબ


Foto

પત્રકાર શુજાત બુખારીની અંતિમયાત્રામાં કાશ્મીરીઓની ભીડ ઉમટી પડી, આંતકીઓને આપ્યો જડબાતોડ જવાબ

June 16, 2018, 1:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : કાશ્મીરમાં આંતકીયો દ્વારા મૌતને ભેટી ગયેલા પત્રકાર શુજાત બુખારીની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં કાશ્મીરીઓની ભારે ભીડ જોવા મળી હતી. હજારોની સંખ્યામાં ભેગા થઇને ભીડે આંતકીયોને જડબાતોડ જવાબ આપ્યો છે.



પત્રકાર શુજાત બુખારીની અંતિમયાત્રા દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હોવા છતા લોકોની ભારે ભીડ જમા થઇ ગઇ હતી. બુખારીની અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ જણાવ્યુ હતુ કે, અમે આ પહેલા અમારા ગામમાં આવી અંતિમયાત્રા કોઇની પણ જોઇ નથી કે જ્યા હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા હોય. આ અંતિમયાત્રામાં વિપક્ષનાં નેતા ઉમર અબ્દુલ્લાએ હાજરી આપી હતી.