loader

Breaking News


Home > National > કઠુઆ ગેંગરેપ કેસ પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો


Foto

કઠુઆ ગેંગરેપ કેસ પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યો

May 8, 2018, 4:58 p.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ મામલાની સુનાવણી પંજાબમાં ટ્રાન્સફર કરી દીધી છે. પંજાબના પઠાણકોટમાં આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સીબીઆઈ તપાસની માંગણીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે, આ મામલામાં દરરોજ સુનાવણી થશે અને રેકોડીંગ થશે. હવે આ મામલાની આગામી સુનાવણી ૯મી જુલાઈના દિવસે થશે.

અત્રે નોંધનીય છે કે, જમ્મુના કઠુઆમાં એક સગીરા યુવતી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલાને લઇને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. આંતરરાષ્ટ્રીય મિડિયામાં પણ આ મામલો ચમક્યો હતો. આની સાથે જ કોર્ટે જમ્મુ કાશ્મીર સરકારને પઠાણકોટના મામલાની સુનાવણી માટે સરકારી વકીલ નિયુક્ત કરવાની મંજુરી પણ આપી દીધી છે. સાથે સાથે સરકારને પીડિતાના પરિવાર, તેના વકીલો અને સાક્ષીઓને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પણ સૂચના આપી છે. કેસ પઠાણકોટ ટ્રાન્સફર કરતા પહેલા કોર્ટે ઉધમપુર, જમ્મુ, રામબાણ સહિત અનેક જગ્યાઓ ઉપર વિચારણા કરવામાં આવી હતી.