loader

Breaking News


Home > National > કઠુંઆ રેપ કેસ : આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો, પુત્રને બચાવવા કરી હત્યા


Foto

કઠુંઆ રેપ કેસ : આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો, પુત્રને બચાવવા કરી હત્યા

April 28, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. મામલાની તપાસ કરી રહેલી આરોપીઓમાંથી એk સાંજીરામે હત્યા કરી હોવાનું કાબુલી લીધું છે. પૂછપરછ દરમિયાન તેને બાળકીના અપહરણનાં ચાર દીવસ પછી બળાત્કારની વાત તેમજ તેમાં પોતાનો પુત્ર સામેલ છે તેની ખબર પડી હતી. ત્યારબાદ તેણે બાળકીની હત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ૧૦ જાન્યુઆરીનાં રોજ અપહરણ કરાયેલ બાળકી સાથે સાંજીરામનાં ભત્રીજાએ રેપ કર્યો હતો. સાંજીરામને આ ઘટનાની માહિતી ત્યારે મળી જયારે તેના ભત્રીજાએ ગુનો કબુલ કર્યો. જો કે તેના ભત્રીજાએ સાંજીરામનાં પુત્રને પણ ફસાવ્યો હતો અને કહ્યું હતું કે તે બંનેએ બાળકી સાથે રેપ કર્યો છે. ત્યારબાદ સાંજીરામે નક્કી કર્યું કે બાળકીની હત્યા કરી નાખવામાં આવે જેથી તેના પુત્ર સુધી પહોંચનાર દરેક સાબિતીનો નાશ થઇ જાય.