loader

Breaking News


Home > Bollywood > કેટરીના અને રિતિક ફરી એકવાર રૂપેરી પરદે ચમકશે.


Foto

કેટરીના અને રિતિક ફરી એકવાર રૂપેરી પરદે ચમકશે.

Jan. 30, 2018, 12:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ: થોડા સમય પહેલા જ નિર્માતા રાકેશ રોશને ઋત્વિકના જન્મદિવસ પર ક્રીશની ચોથી આવૃત્તિની ઘોષના કરી હતી. ત્યારથી ફિલ્મની અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી છે.પ્રિયંકા હોલીવુડમાં વ્યસ્ત હોવાથી તે આ ફિલ્મનો હિસ્સો નહિ બને તે નક્કી હતું.આથી હવે કેટરીનાનું નામ ચર્ચાઈ રહ્યું છે.કેટરીના હાલ શાહરૂખની ફિલ્મ ‘ઝિરો’ અને આમીર ખાન સાથે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના શૂટીંગમાં વ્યસ્ત છે. આ બાદ તે ક્રિશ ૪નું શુટિંગ શરૂ કરશે.’ઝીંદગી નાં મિલેગી દોબારા’ અને ‘બેંગ બેંગ’ બાદ આ જોડી ફરી રૂપેરી પરદે જોવાં મળશે.

તો બીજી બાજુ નિર્માતા કબીર ખાને પણ તેની આગામી ફિલ્મ ‘૮૩’માં રણવીરની સામે કેટરીનાને લેવાનો નિર્ણય કર્યો છે. કેટ અને કબીર ખાને ‘એક થા ટાઈગર’ અને ‘ન્યુયોર્ક’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે અને બને સારા મિત્રો પણ છે.આથી કેટરીના રિતિક અને રણવીર બંનેની સાથે જોડી બનાવે તેવી શક્યતા છે.