loader

Breaking News


Home > Bollywood > કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં


Foto

કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં

Sept. 27, 2017, 9:49 a.m.
      Whatsapp   

લખનૌ ઃ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે કેટરીના કેફને લેવામાં આવી ચુકી છે. કેટરીના કેફ પાસે અન્ય બે મોટી ફિલ્મો પણ હાથમાં છે. જેમાં આનંદ એલ રાયની શાહરૂખ ખાન અભિનિત ફિલ્મનો સમાવેશ થાય છે. 

આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. આ ઉપરાંત રાજનીતિ-૨ ફિલ્મમાં પણ તે કામ કરનાર છે. મુળભૂત ફિલ્મમાં પણ તે જ હતી. જેમાં તેની સાથે રણબીર કપુર, અર્જુન રામપાલ, અજય દેવગન અને મનોજ વાજપેયીની ભૂમિકા હતી. ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જાવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. આખરે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી ચુકી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતોને ઉમેરી દેવામાં આવનાર છે.

ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને કેટલાક નામ પર ચર્ચા ચાલી રહી છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટના નામ પર સૌથી પહેલા ચર્ચા કરવામાં આવી હતી. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી.

આમીરે ભારપૂર્વક કહ્યુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનો નિર્ણય કરી ચુક્યા હતા. જા કે છેલ્લે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી છે. હવે આની સાથે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે.