loader

Breaking News


Home > Sports > કેદાર જાધવ થયો આઇપીએલથી બહાર, જાણો શું છે કારણ


Foto

કેદાર જાધવ થયો આઇપીએલથી બહાર, જાણો શું છે કારણ

April 13, 2018, 6:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચેન્નઇ સુપર કિંગ્સનો મધ્યમક્રમનો બેટ્સમેન કેદાર જાધવ સ્નાયુઓમાં તણાવનાં કારણે આઇપીએલની 11મી સીઝનથી બહાર થઇ ગયો છે. શનિવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઈંન્ડિયન્સ વચ્ચે રમાયેલી લિંગની પ્રારંભિક મેચમાં જાધવનાં સ્નાયુઓ ખેચાઇ ગયા હોવાના કારણે તેનું આ સીઝન રમવું હવે શક્ય દેખાઇ રહ્યુ નથી.



ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઈંન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચની 13મી ઓવરનાં પાંચમાં બોલ પર જાધવને અચાનક સ્નાયુઓમાં દુખાવો શરૂ થઇ ગયો હતો અને મેચને અધુરી છોડી મેદાનની બહાર જવુ પડ્યુ હતુ. જો કે ચેન્નઇની છેલ્લી વિકેટ બાકી હોવાથી તે મેદાનમાં ફરી આવ્યો હતો અને તેની ટીમને એક ચોગ્ગા સાથે જીત અપાવી હતી. જાધવનાં ટીમથી બહાર જવા પર ચેન્નઇ સુપર કિંગ્સનાં બેટ્સમેન માઇક હસીએ પ્રતિક્રિયા આપતા ટીમ માટે મોટો ફટકો સાબિત થશે તેમ કહ્યુ હતુ. આ પહેલા આઇપીએલની હરાજીમાં તેને 7.8 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. જોવાનું રહેશે તેની જગ્યા પર આવનાર ખેલાડી તેની ઘટતી પૂરી કરી શકશે કે કેમ?