loader

Breaking News


Home > National > ભારે બરફવર્ષાને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ, દિલ્હીમાં વરસાદની આગાહી આપવામાં આવી


Foto

ભારે બરફવર્ષાને કારણે કેદારનાથ યાત્રા રોકાઈ, દિલ્હીમાં વરસાદની આગાહી આપવામાં આવી

May 8, 2018, 10:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દિલ્હી : આંધી તોફાનથી સમગ્ર ઉત્તર ભારત ભારે મુશ્કેલીમાં સપડાઈ ગયું છે. ગઈકાલે રાત્રે લગભગ ૧૧:૨૦ વાગ્યે ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું દિલ્હી પરથી પસાર થયું હતું જજે પરિણામે ધૂળની ડમરીઓ ઉઠી હતી તેમજ ઘણી જગ્યાએ વીજળી ગુલ થઇ ગઈ હતી.

આજે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે છે બપોરે ઝડપી પવન અને વરસાદ આવી શકે છે. જો કે રાહતની વાત એ છે કે તોફાન બાદ જાન માલને કોઈ ભારે નુકશાન થયું નથીં. દિલ્હી અને હરિયાણા બાદ તોફાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બાજુ આગળ આગળ વધ્યું છે.

ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાને કારણે હવામાન બગડવાની શરૂઆત થઇ ચુકી છે. બગડતાં જતા હવામાન અને ભારે બરફવર્ષાને પગલે કેદારનાથ યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે.