loader

Breaking News


Home > Health > કિડનીને સ્વસ્થ રાખવા કરો આ કામ


Foto

કિડનીને સ્વસ્થ રાખવા કરો આ કામ

Oct. 19, 2018, 1:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : શરીરનાં બાહ્ય ભાગમાં રહેલી ગંદકી દુર કરવા આપણે હંમેશા સ્નાન કરીએ છીએ. પરંતુ શું તમારા શરીરની અંદર રહેલી ગંદકીને તમે સાફ કરો છો? પાણી, ભોજન, રક્તકણોને નિયંત્રણ કરતી કિડની પ્રત્યે આપણે શું સાવચેતી રાખીએ છીએ? તમારી કિડનીને સ્વસ્થ રાખવા તમારી અમુક આદતોને બદલવી ખુબ જરૂરી છે.



મીંઠાનો વધુ ઉપયોગ

આજે લોકો ખાવામાં વધુ ટેસ્ટ લાવવા મીંઠાનો ઉપયોગ કરી રહ્યા છે. મીંઠાનો વધુ ઉપયોગ ડાયાલિસિસનો ખતરો ઉભો કરી શકે છે. જો તમે બે ગ્રામથી વધુ મીંઠુ ખાવામાં ઉપયોગ કરો છો તે તમારી કિડની માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવુ

આપણા શરીરને પાણી પુરતુ પોષણ પાડે છે. જો તમે સાફ અને પર્યાપ્ત માત્રામાં પાણી નથી પીતા તો તમારી કિડનીને તેની ચોક્કસ અસર થઇ શકે છે. સ્વાસ લેવામાં, પસીનો આવવાથી, પેશાબ કરતી વખતે શરીરમાં પાણી ઘટતુ જાય છે. પુરુષોને એક દિવસમાં લગભગ 3 લીટર પાણી પીવુ આવશ્યક છે. જ્યારે મહિલાઓને લગભગ 2 લીટર પાણી પીવુ જોઇએ. ગર્ભવતી મહિલાઓ માટે 2.5 લીટર પાણી પીવુ જરૂરી છે.

દારૂ પીવો

માનવ જીવનમાં દારૂનું પ્રમાણ વધતા તેની સાથે તેની પરિવારજનોનું પણ જીવન બર્બાદ થઇ જાય છે. દારૂની સૌથી વધુ અસર લીવર પર પડે છે, પરંતુ શું તમે જાણો છો કે લીવર બાદ તેની અસર કિંડની પર પડતી હોય છે. જો તમે લીવર અને કિડનીને સુરક્ષિત રાખવા માગો છો તો આજે જ દારૂનાં સેવનને ઓછુ કરો અથવા તેને બંદ કરો.

બ્લેડરને ભરી રાખવું

ઘણા લોકો પેશાબ આવ્યો હોવા છતા તેને રોકી રાખે છે. કોઇ કામ, આળસ કે કોઇ દબાવનાં કારણે જો તમે સમયસર પેશાબ નથી કરતા તો તેની સીધી અસર કિડની પર પડતી હોય છે. રાતમાં જ્યારે પેશાબ આવે ત્યારે તેને કરવો જરૂરી છે, તેમ ન કરવાથી તમે તમારી કિડનીને ખરાબ કરતા જશો.