loader

Breaking News


Home > National > યોગેન્દ્ર યાદવનાં સમર્થનમાં આવ્યાં કેજરીવાલ, કહ્યું બદલાની રાજનીતિ બંધ કરે BJP સરકાર


Foto

યોગેન્દ્ર યાદવનાં સમર્થનમાં આવ્યાં કેજરીવાલ, કહ્યું બદલાની રાજનીતિ બંધ કરે BJP સરકાર

July 12, 2018, 12:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આવક વેરા વિભાગે હરિયાણાનાં રેવાડીમાં સ્વરાજ ઇન્ડીયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવ સાથે જોડાયેલ એક હોસ્પિટલ સમૂહના અલગ અલગ વિભાગોમાં દરોડા પાડીને લગભગ ૨૨ લાખ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. બુધવારે પાડવામાં આવેલ દરોડા બાદ યોગેન્દ્ર યાદવે તેણે લઈને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હવે યોગેન્દ્ર યાદવનાં સમર્થનમાં તેમનાં પૂર્વ સાથી અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવ્યાં છે.

આ અગાઉં સુચના મળી હતી કે હોસ્પિટલ સમુહે જ્વેલરી ખરીદવા માટે નિરવ મોદીની ફર્મને રોકડ રકમનું ચુકવણું કર્યું હતું. જો કે સ્વરાજ ઇન્ડિયાનાં પ્રમુખ યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો છે કે તેમની બહેનની હોસ્પિટલ પર દરોડા ફક્ત તેમને ડરાવવા અને ચુપ કરાવવા માટે પાડવામાં આવ્યાં છે કેમ કે તેઓએ હરિયાણામાં ખેડૂતોને તેમનાં પાકની વ્યાજબી કિંમત અપાવવા માટે આંદોલન શરુ કર્યું છે.