loader

Breaking News


Home > National > કેજરીવાલ સરકારની ભેટ, AC બસોમાં પણ પાસ દ્વારા સફર કરી શકશે વિદ્યાર્થી


Foto

કેજરીવાલ સરકારની ભેટ, AC બસોમાં પણ પાસ દ્વારા સફર કરી શકશે વિદ્યાર્થી

Aug. 1, 2018, 12:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રાજધાનીનાં વિદ્યાર્થીઓને AC બસમાં પણ પાસ દ્વારા મુસાફરી કરવાની સુવિધા આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવહન મંત્રીને આદેશ આપ્યો હતો કે AC બસોમાં વિદ્યાર્થી પાસ લાગુ કરવાની દરખાસ્તને ઝડપથી લાગુ કરવા માટે પગલાં લેવામાં આવે.

પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ દરખાસ્તને ઝડપથી ફાઈનલ કરવામાં આવશે. સુત્રોનાં જણાવ્યાં મુજબ મુખ્યમંત્રીનાં આદેશ બાદ AC બસોમાં પાસ લાગુ કરવાની દરખાસ્ત વાળી ફાઈલ ઝડપથી આગળ વધી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે તેની પર થોડા દિવસોમાં જાહેરાત થઇ શકે છે. દિલ્હીમાં ડીટીસીની લગભગ ૩૭૫૦ અને ક્લસ્ટર સ્કીમની ૧૬૫૦ બસો છે. ડીટીસીની ૧૨૭૫ એસી બસોને બાદ કરતા બાકીની દરેક બસમાં વિદ્યાથી પાસ લાગુ થતો હતો.