loader

Breaking News


Home > Gujarat > દિલ્હીમાં ડીઝીટલ સ્કુલોની કેજરીવાલની પહેલ સામે સરકારી શાળાઓમાં રૂપાણી લહેર લાવશે ખરા?


Foto

દિલ્હીમાં ડીઝીટલ સ્કુલોની કેજરીવાલની પહેલ સામે સરકારી શાળાઓમાં રૂપાણી લહેર લાવશે ખરા?

Jan. 19, 2018, 8:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્કુલોમાં ફિ વધારાને નાબુદ કરવાની વાલીઓ તરફથી પહેલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ તેના પર મોહર મારતા સ્કુલોની ફિમાં ઘટાડો થવાનું કહેતા સ્કુલોનાં શિક્ષણ માફિયાઓ આ મુદ્દે સુપ્રિમ કોર્ટ સુધી જતા વાલીઓમાં ડર એક ઘર કરી ગયુ છે કે શું ફિમાં ઘટાડો થશે કે જે હતી તેના કરતા વધારો થશે? આજે આ ડરનું મુખ્ય કારણ સરકારનાં 22 વર્ષનાં રાજમાં એક પણ સરકારી સ્કુલો ગુજરાતમાં બની છે ખરી?



જે સ્કુલો, કોલેજો, શાળાઓ ચાલી રહી છે તે પ્રાઇવેટ કોની છે? તમામ મોટા ભાગનાં રાજકીય આગેવાનો, નેતાઓ, ઉદ્યોગપતિઓથી લઇને તમામ લોકો આમાં મલાઇ ભાળી ગયા છે, ત્યારે સરકાર માટે આ પણ એક સમસ્યારૂપ નિર્ણય લેવો અઘરો છે. ત્યારે દિલ્હીમાં કેજરીવાલ સરકારે સરકારી સ્કુલો ડિઝીટલ જેવી બનાવીને શિક્ષણમાં એક ક્રાંન્તિ લાવ્યા છે. જેમાં એક એવી ક્રાંન્તિ આવી છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી એલ.સી.લઇને સરકારી શાળાઓમાં ભણવાનો ક્રેઝ વધ્યો છે અને અધિકારીથી લઇને મધ્યમ વર્ગનાં લોકો એડમીશન માટે ભલામણો કરી રહ્યા છે. ગુજરાતમાં આ શક્ય છે, પણ અશક્યનું કારણ રાજકીય લોકોનું શિક્ષણમાં ઘૂષણખોરીને કારણે રૂપાણી સરકારને આ નિર્ણય કરવામાં લોઢાનાં ચણા ચાવવા પડે તેવા છે. જેથી આવનારી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનું જોર જોતા અને વાલીઓનો મીજાજ જોતા રૂપાણી સરકારે કેજરીવાલ સરકારની પહેલ જેવી ગુજરાતમાં સરકારી શાળાઓ નવી ડિઝીટલ બાંધવા લહેર લાવવી પડશે. તો જ ભાજપનો જે ગ્રાફ નીચે ગયો છે તે શેરબજારનાં સેન્સેક્સની જેમ ઉપર આવશે. હવે વાલીઓ પણ ભાજપ સરકાર કોઇ સારો નિર્ણય કરે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે.