loader

Breaking News


Home > National > કેરળ પૂર : 16 હજાર કિમિ સડક - 134 પુલ તૂટી ગયા, 370 ના મોત


Foto

કેરળ પૂર : 16 હજાર કિમિ સડક - 134 પુલ તૂટી ગયા, 370 ના મોત

Aug. 20, 2018, 2:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : કેરલમાં પુર અને વરસાદને કારણે લાખો લોકો હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે કેરળમાં આવેલ આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે અને પોતપોતાની રીતે મદદ કરી રહ્યો. છે ઘણા લોકો મુખ્યમંત્રી રાહત કોષમાં સહાયતા રકમ આપી રહ્યા છે તો ઘણા લોકો સામાન પણ મોકલાવી રહ્યા છે.

કેરલમાં પૂરને કારણે સાત લાખ લોકોને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે પૂરપીડિતો માટે 5645 શિબિરો બનાવવામાં આવી છે. કેરલમાં આવેલા પૂરને કારણે 370 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત રાજ્યમાં ૧૬, ૦૦૦ કિમીનો સડક માર્ગ ધોવાઇ ગાય છે તેમજ ૧૩૪ જેટલા પુલો તૂટી ગયા છે. બધા જ જીલ્લાઓમાં જાહેર કરવામાં આવેલ રેડ એલર્ટને હવે પાછુ ખેંચી લેવાયું છે જો કે ઈડુક્કી, કોઝીકોડ અને કન્નુરમાં યલો એલર્ટ ચાલુ છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં ભારે વરસાદ નહી પડે તેવી આગાહી કરી છે.