loader

Breaking News


Home > National > કેરળ પુર તાંડવ: મૃત્યુઆંક ૨૩૧ થયો, ૩૨ લાપત્તા


Foto

કેરળ પુર તાંડવ: મૃત્યુઆંક ૨૩૧ થયો, ૩૨ લાપત્તા

Aug. 23, 2018, 2:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરલ : કેરળમાં વિનાશકારી પુર બાદ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એકબાજુ ૮મી ઓગસ્ટ બાદથી કેરળમાં પુરમાં મોતનો આંકડો ૨૩૧ સુધી પહોંચી ગયો છે.બીજી બાજુ મે મહિના બાદથી વરસાદ અને પુરમાં મોતનો આંકડો વધીને ૪૦૬ ઉપર પહોંચી ગયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયન દ્વારા ૨૬૦૦ કરોડની સહાયની માંગ કરવામાં આવી છે. વરસાદમાં બ્રેક મુકાતા હવે રાહત કામગીરી તીવ્ર બની ગઈ છે. હજુ સુધી ૪૩૦૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે સોમવારના દિવસે ૬૦૦ લોકોને બચાવવામાં આવ્યા હતા. ૩૮૭૯ રાહત કેમ્પોમાં ૩.૯૧ લાખ પરિવાર સાથે જાડાયેલા ૧૪.૫૦ લાકો રોકાયેલા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ કન્ટ્રોલ રુમના જણાવ્યા મુજબ ૮મી ઓગસ્ટ બાદથી ૨૩૧ લોકોના મોતની સાથે ૩૨ લોકો હજુ પણ લાપત્તા દર્શાવવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે. સંયુક્ત અરબ અમીરાતે હવે કેરળના પુનઃ નિર્માણમાં ૭૦૦ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. જુદા જુદા રાજ્યો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. ૨૬૦૦૦ મકાનો નાશ પામ્યા છે.