loader

Breaking News


Home > National > કેરળ પૂર : ટેલિકોમ કંપનીઓ સાત દિવસ સુધી આપશે આપશે મફત કોલિંગ અને ડેટા સર્વિસ


Foto

કેરળ પૂર : ટેલિકોમ કંપનીઓ સાત દિવસ સુધી આપશે આપશે મફત કોલિંગ અને ડેટા સર્વિસ

Aug. 17, 2018, 4:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કેરળ : ભારે પૂરથી પ્રભાવિત કેરલમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. હજુ પણ અહીં જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે ટેલિકોમ કંપનીઓએ પણ અહીં ફસાયેલા લોકોની મદદ માટે આગળ આવવાનું નક્કી કર્યું છે. દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓએ અહીંના લોકોને સાત દિવસ સુધી મફત કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધા આપવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓએ બિલની ચૂકવણી અને અન્ય સેવાઓને લઇને અમુક દિવસો સુધીની રાહત આપી છે. સરકારી ટેલિકોમ કંપની BSNL અને Jio એ પોતાના ગ્રાહકોને મફત કોલિંગની સુવિધા આપી છે. આ ઉપરાંત ભારતી એરટેલ વડાફોન અને idea સેલ્યુલર પોતાના પ્રિ-પેઇડ ગ્રાહકોને મર્યાદિત સંખ્યામાં મફત કોલિંગની સુવિધા આપી છે આ ઉપરાંત ખાનગી કંપનીઓ સાત દિવસ સુધી એક જીબી નેટ ફ્રી આપશે. જીઓએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કંપની સંકટની આ સમયમાં કેરળવાસીઓની સાથે છે.