loader

Breaking News


Home > National > કેરળના ધારાસભ્યો ચૂંટણી પાછળ ખર્ચ કરવામાં પહેલા સ્થાને : ગુજરાતનાં સભ્યો બીજા નંબરે


Foto

કેરળના ધારાસભ્યો ચૂંટણી પાછળ ખર્ચ કરવામાં પહેલા સ્થાને : ગુજરાતનાં સભ્યો બીજા નંબરે

July 4, 2018, 12:13 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:એસોસિઅએસન ફોર ડેમોક્રેટિક રિફોમ્સ અને નેશનલ ઇલેકશન વોચે વર્તમાન વિધાનસભાની થયેલી ચૂંટણીઓ દરમિયાન વિધાસભાના સભ્યો દ્વાર થયેલા ચુંટ્ણી ખર્ચ અને વોટશેર અંગે એક અહેવાલ આપવામા આવ્યો છે. જેમા પ્રથમ નંબર કેરળના ધારાસભ્યોનો આવે છે.તેઓએ ચુંટણી પાછળ ૭૦ ટકા રક્મ ખર્ચ કરી છે. બીજો ક્રમે ગુજરાતનો નબર આવે છે.

આ રીપોટ તૈયાર કરવા માટે એડિઆરએ ૧૧ રાજ્યના ૪૧૨૦ ધારાસભ્યો પૈકી ૪૦૮૭ ધારાસભ્યોની ચુંટણી પંચ સમક્ષ રજુ કરેલી વિગતોનો અભ્યાસ કર્યો હતો જેમા ગુજરાત, ઝારખંડ, આસામ, બિહાર,ઉત્તરાખંડ, મિઝોરમ, પંજાબ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, છત્તીશગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોના ધારાસ્ભ્યોએ ૫૦ ટકાથી વધારે રક્મ ચુંટણી પાછ્ળ ખર્ચી છે. હાલમાં જ સંપન થયેલી કર્ણાટની ચુંટ્ણીને આ અભ્યાસમા સામેલ કરવામા આવેલ નથી. કેમ કે હજી સુધી તેના આંકડા ઉપલબધ થયા નથી. ટકાવારીની દ્રષ્ટીએ બીજો ક્રમ ગુજરાતનો આવે છે ગુજરાતના વિધાનસભ્યોએ મર્યાદાની ૫૮.૭ ટકા રક્મની સામે ૧૬.૪૩ ટકા રકમનો ચુંટ્ણી ખર્ચ થયો છે. ગુજરાત બાદ ઉત્તરાખંડનો ત્રીજો નંબર આવે છે. ૨૦૧૪માં ચૂંટણી પંચે સભ્યદીઠ ખર્ચની મર્યાદા ૧૬ લાખથી વધારીને ૨૮ લાખ કરી દીધી છે.