loader

Breaking News


Home > Gujarat > કેવડિયા પહોંચ્યા PM મોદી, દેશને સમર્પિત કરશે સ્ટેચ્યું ઓફ યુનિટી


Foto

કેવડિયા પહોંચ્યા PM મોદી, દેશને સમર્પિત કરશે સ્ટેચ્યું ઓફ યુનિટી

Oct. 31, 2018, 9:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નર્મદા : દેશને એકસૂત્રતામાં બાંધનાર આઝાદ ભારતનાં પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની આજે 143મી જયંતિ છે. આ પ્રસંગે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરશે. આ પ્રતિમા દેશને સમર્પિત કરતાં પહેલા પીએમ મોદીએ એક ટ્વીટ પણ કર્યું હતું. તેઓએ લખ્યું છે કે સરદાર પટેલની જયંતીના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. નર્મદાના તટ પર સ્થિત આ પ્રતિમા સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે.

આ મૂર્તિની લંબાઈ 182 મીટર છે અને એટલી મોટી છે કે સાત કિલોમીટર દૂરથી પણ દેખાઈ શકે છે. તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બે ગણી છે. આ મૂર્તિમાં બે લિફ્ટ છે જેના દ્વારા તમે સરદાર પટેલની છાતી સુધી પહોંચી શકશો તેમજ સરદાર સરોવર બંધ નિહાળી શકાશે. સરદાર પટેલની મૂર્તિ સુધી પહોંચવા પ્રવાસીઓ માટે પુલ અને બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.