loader

Breaking News


Home > National > કેમ્પથી ફક્ત 1 કિમી દુર આતંકીઓએ ઔરંગઝેબનું કર્યું હતું કિડનેપ, ડ્રાઈવરે જણાવી સમગ્ર હકીકત


Foto

કેમ્પથી ફક્ત 1 કિમી દુર આતંકીઓએ ઔરંગઝેબનું કર્યું હતું કિડનેપ, ડ્રાઈવરે જણાવી સમગ્ર હકીકત

June 19, 2018, 11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવેલા સીઝફાયરનાં એક દિવસ પહેલા જ સેનાનાં જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને મારી નાખવામાં આવ્યો હતો. ઔરંગઝેબની શહાદત પર દરેક લોકોએ તેમને સલામ કરી હતી અને સમગ્ર દેશ તેમનાં પરિવાર સાથે ઉભો રહ્યો હતો.

મળતી માહિતી મુજબ કેમ્પથી 1 કિલોમીટર દુર ઔરંગઝેબને કિડનેપ કરવામાં આવ્યો હતો. ઔરંગઝેબ જયારે ઈદની રજાઓ પર ઘરે આવી રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમને કિડનેપ કર્યા હતા અને હત્યા કરી નાખી હતી. માહિતી મુજબ તે દરમિયાન ઔરંગઝેબ બિલકુલ એકલા હતા જો કે SOP મતલબ Standard operating procedure નું પાલન વ્યવસ્થિત રીતે નહિ કરવામાં આવ્યું હતું.

૧૪ જુનની સાંજે ઔરંગઝેબનો મૃતદેહ પુલવામા જીલ્લાનાં ગુસ્સો ગામ માંથી મળી આવ્યો હતો. આ કલમપોરા ગામથી લગભગ ૩૦ કિલોમીટર દુર હતો જ્યાં તેમને કિડનેપ કરવામાં આવ્યાં હતા.