loader

Breaking News


Home > National > હોસ્પિટલમાં દેખાઇ લાપરવાહી, જન્મેલા બાળકને કુતરુ ઉઠાવી ગયુ


Foto

હોસ્પિટલમાં દેખાઇ લાપરવાહી, જન્મેલા બાળકને કુતરુ ઉઠાવી ગયુ

May 17, 2018, 11:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પાટણ : પાટણની રાધનપુર હોસ્પિટલમાંથી તાજુ જનમેલું નવજાત બાળક ગુમ થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે. તબીબનાં કહેવા પ્રમાણે બાળક મૃત જન્મ્યું હતું. જ્યારે માતાનો દાવો છે બાળક મૃત નહિં પરંતુ જીવિત હતું. જેને લઈને તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. રાધનપુરની આસ્થા હોસ્પિટલ આમ તો અનેકવાર તબીબી સારવારમાં થતી ભૂલોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે બાળક ગુમ થવાના સમચાર સામે આવતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે.



ડૉકટરના કહેવા પ્રમાણે બાળક જન્મ્યું ત્યારે મૃત અવસ્થામાં હતું અને મૃત બાળકને પરિવારજનોના કહેવા પ્રમાણે બીજા વોર્ડમાં રાખવામાં આવ્યું હતું. સાથે જ ડૉક્ટરનું કહેવું છે કે મૃત બાળકને હોસ્પિટલના રૂમમાંથી કુતરું ઉપાડી ગયું છે. સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ કે જ્યારે પરિવારજનોએ બાળકનાં મૃતદેહ માટે કર્મચારીઓ પાસેથી માંગ કરી. આમ આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હંગામો મચાવ્યો હતો. પરિવારજનોએ મૃતદેહની માંગ કરી છે. 'મેં મારા બાળકને જોયું પણ નથી. મને મારૂ બાળક બતાવો. મારૂ બાળક જીવતું હતું. ભલે મૃત હોય કે જીવિત મને મારૂ બાળક આપો. જ્યાં સુધી બાળક નહિં મળે ત્યાં સુધી હું ઘરે નહિ જાવું.' 'મોડી રાત્રે પ્રસુતિ થઇ ત્યારે બાળક મૃત જન્મ્યું હતું. તેમના પરિવારજનોને બતાવ્યું અને તેમને કહ્યુ કે બાળકને હાલ રાખો. એટલે અમે બાજુના રૂમમાં બાળકના મૃતદેહને રાખ્યો. પણ પછી રાત્રે જયારે સ્ટાફ આઘો પાછો હશે. ત્યારે કુતરા કે બિલાડી બાળકનાં મૃતદેહને લઇ ગયા હોઈ શકે. બાળક ગુમ કરવાનો કોઈ ઈરાદો નથી.'