loader

Breaking News


Home > Gujarat > કિર્તીદાન ગઢવીએ સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરી દર્શન કરતા ભારે વિવાદ


Foto

કિર્તીદાન ગઢવીએ સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરી દર્શન કરતા ભારે વિવાદ

July 26, 2018, 5:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સોમનાથ : સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી મંદિરની પૂજા વખતે બરમુડો પહેરીને વિવાદમાં ફસાયાં છે. કિર્તીદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરનાં દર્શન અને પૂજા કર્યાં હતાં. જો કે આ દરમ્યાન કોઈ અધિકારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યાં ન હતાં. જા કે, સોમનાથ દાદાના લાખો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક લાગણી આ વાતને લઇ દુભાતા સોમનાથ મંદિરનાં ટ્રસ્ટ પણ હરકતમાં આવ્યું હતું અને આ સમગ્ર મામલામાં જરૂરી તપાસ કરવાનાં આદેશ આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં ટૂંકા પરિધાન પહેરીને અંદર જવા પર મનાઈ છે. ત્યારે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી બરમુડો પહેરીને મંદિરનાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે બરમુડો પહેરીને ભોળાનાથના દર્શન કર્યા હતા એટલું જ નહી, સોમનાથ મહાદેવની પૂજા પણ બરમુડો પહેરીને કરી હતી.

જેને પગલે મંદિરના નિયમોનું ઉલ્લંઘન અને શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક આસ્થા દુભાયાની વાતને લઇ કિર્તીદાન ગઢવી વિવાદમાં ફસાયાં હતા. મંદિર દ્વારા પણ કિર્તીદાન ગઢવીને રોકવામાં આવ્યા ન હતાં. મંદિરમાં આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ જ સિક્યોરિટી ગાર્ડે કિર્તીદાનને રોક્યા ન હતાં. જેનાં કારણે મંદિરની સિક્યોરિટી પર પણ કેટલાંક સવાલો ઉભા થયાં છે.