loader

Breaking News


Home > Gujarat > જાણો, આ તારીખે રાજ્યપાલ અને હાર્દિક પટેલની મુલાકાત યોજાશે


Foto

જાણો, આ તારીખે રાજ્યપાલ અને હાર્દિક પટેલની મુલાકાત યોજાશે

Jan. 22, 2018, 11:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખીને હાર્દિક પટેલ તથા પાસનાં પ્રતિનિધિમંડળેરાજ્યપાલ સાથે મુલાકાત કરવાં માટે સમય માંગ્યો હતો. હાર્દિક પટેલની આ વિનંતીને મંજુર રાખવામાં આવી છે. તારીખ ૩૧ જાન્યુઆરીનાં રોજ હાર્દિક પટેલ અને રાજ્યપાલ ઓ.પી કોહલી વચ્ચે બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિનાં કારણે હાર્દિક પટેલે રાજ્યપાલ ઓ.પી કોહલીને મુલાકાતનો સમય માંગ્યો હતો.

પાસ કન્વિનર હાર્દિક પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાં માટે પત્ર લખ્યો હતો તેના અનુસંધાનમાં રાજ્યપાલ દ્વારા હાર્દિક પટેલને મુલાકાત માટે તારીખ ૩૧ જાન્યુઆરી ફાળવવામાં આવી છે. ૩૧ જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલ તેમજ પાસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિષે માહિતગાર કરશે. આ પ્રતિનિધિ મંડળમાં દિલીપ સાબવા, અલ્પેશ કથીરિયા, અતુલ પટેલ, મનોજ પનારા, જીતુ પટેલ, હર્ષદ પટેલ, પ્રશાંત પટેલ તેમજ પાસનાં અન્ય આગેવાનોનો સમાવેશ થાય છે.