loader

Breaking News


Home > Sports > જાણો કેટલી છે વિરાટ કોહલી - અનુષ્કા શર્માની વાર્ષિક કમાણી


Foto

જાણો કેટલી છે વિરાટ કોહલી - અનુષ્કા શર્માની વાર્ષિક કમાણી

Aug. 15, 2018, 5:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી કમાણીના મામલામાં કોઇનાથી પાછળ નથી. હાલમાં જાહેર થયેલ એક રિપોર્ટ અનુસાર, ક્રિકેટર વિરાટ કોહલીની વાર્ષિક આવક ૬૦ મિલિયન અમેરિકન ડોલર એટલે કે ૩૮૨ કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીની આ કમાણીનો સ્ત્રોત ઇન્ટરનેશનલ મેચો માટે મળનારી ફિસ, આઇપીએલ પેમેન્ટસ અને જાહેરાતો છે. આ આંકડાઓ પરસેપ્ટ પ્રોફાઇલ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

પરેસેપ્ટ પ્રોફાઇલ લિમિટેડની બ્રાન્ડ એનાલિસ્ટ અને જાઇંટ મેનેજિંગ ડાયરેક્ટર શૈલેન્દ્ર સિંહએ જણાવ્યું કે, કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની વાર્ષિક આવક ૩૫ મિલિયન અમેરિકન ડોલર એટલે લગભગ ૨૨૦ કરોડ રૂપિયા છે. આમ બંન્નેની વાર્ષિક આવકને ભેગી કરવામાં આવે તો આ ૯૫ મલિયન અમેરિકન ડોલર એટલે કે, ૬૦૦ કરોડ રૂપિયા થાય છે. બંન્નેની લોકપ્રિયતા દુનિયામાં જે રીતે વધી રહી છે. તેનાથી અંદાજા લગાવી શકાય છે કે, આવનારા બે વર્ષોમાં તેમની કુલ કમાણી ૧૦૦૦ કરોડ રૂપિયા થશે.