loader

Breaking News


Home > Gujarat > જાણો, વિધાનસભામાં થયેલ મારામારી પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું ?


Foto

જાણો, વિધાનસભામાં થયેલ મારામારી પછી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું ?

March 14, 2018, 3:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : આજે વિધાનસભામાં થયેલ મારામારી સંદર્ભે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપનાં ધારાસભ્યો ગુંડાગર્દી પર ઉતરી આવ્યાં હતા. સત્તાનાં મદમાં ભાન ભૂલેલા લોકો હવે વિધાનસભામાં પણ વિપક્ષને દબાવવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ પરેશ ધાનાણીએ કર્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લાજવાને બદલે ગાજતા ભાજપનાં સભ્યો બહુમતીના જોરે અસંસદીય વર્તન કરે તે દુખદ બાબત છે. જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી ગંદી ગાળો બોલીને કોંગ્રેસના સભ્યોને ઉશ્કેરી રહ્યા હતા. ભાજપ તરફથી અમારા ધારાસભ્યોને હરેન પંડયાવાળી થશે તેવી ધમકી આપવામાં પણ આવે છે તેમ તેઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં આજે ભારે ધાંધલ ધમાલ સર્જાઈ હતી. પ્રશ્નોતરી કાળમાં પ્રશ્ન પૂછવાની બાબતે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો છુટાહાથની મારામારી પર ઉતરી આવ્યાં હતા. ભાજપનાં ધારાસભ્ય જગદીશ પંચાલે ગંદી ગાળો આપતા કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાયા હતા.