loader

Breaking News


Home > Sports > કોહલીએ ૩૦ સદી પુરી કરી ઃ ટોપ ક્રમ ઉપર


Foto

કોહલીએ ૩૦ સદી પુરી કરી ઃ ટોપ ક્રમ ઉપર

Sept. 5, 2017, 8:52 a.m.
      Whatsapp   

નવીદિલ્હી ઃ વિરાટ કોહલીએ આઈસીસી વનડે બેટ્‌સમેનોની રેંકિંગમાં પ્રથમ સ્થાન ઉપર પોતાની Âસ્થતિને વધારે મજબૂત કરી લીધી છે. સચિન તેંડુલકરના સૌથી વધારે રેટિંગ પોઇન્ટ હાસલ કરવાના ભારતીય રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. જ્યારે બોલર જસપ્રિત બુમરાહે બોલિંગમાં ચોથા સ્થાન ઉપર પહોંચી જવામાં સફળતા મેળવી છે. શ્રીલંકા ઉપર ૫-૦થી વનડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ રેંકિંગ જારી કરવામાં આવી છે. કોહલીએ શ્રેણીમાં શાનદાર ફોર્મ જાળવી રાખીને બે સદી ફટકારી હતી અને હવે તેની ૩૦ સદી પુરી થઇ ચુકી છે. ટી-૨૦માં પણ કોહલી પ્રથમ સ્થાને છે. રોહિત શર્માએ ૩૦૨ રન શ્રીલંકા સામેની શ્રેણીમાં બનાવ્યા હતા. ધોની શાનદાર દેખાવ સાથે ટોપ ટેનમાં આવી ગયો છે. રોહિત શર્માએ બે સદી ફટકારી હતી. તે નવમાં સ્થાને આવ્યો છે. ધોની ૧૬૨ રન સાથે ૧૦માં સ્થાને પહોંચ્યો છે. ૨૩ વર્ષીય બુમરાહ બોલિંગમાં ઉલ્લેખનીય દેખાવ કરી શક્યો છે. ૧૫ વિકેટ લઇને પ્લેયર ઓફ દ સિરીઝ બન્યો છે.