loader

Breaking News


Home > Sports > કોહલીને ભેટી પડવુ ભારે પડ્યુ યુવકને, નોંધાયો કેસ


Foto

કોહલીને ભેટી પડવુ ભારે પડ્યુ યુવકને, નોંધાયો કેસ

Oct. 13, 2018, 11:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, હૈદરાબાદ : ભારત અને વેસ્ટઈંડીઝ વચ્ચે હૈદરાબાદનાં ઉપ્પલ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટનાં પહેલા દિવસે એક એવો બનાવ બન્યો જે જોઇને સૌ કોઇ હેરાન થઇ ગયા હતા. ખેલાડીઓને આપવામા આવતી સુરક્ષા દિવાલ તોડી એક યુવક ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીની સાથે સેલ્ફી લેવા પહોચી ગયો હતો. મળતી માહિતી મુજબ તે યુવક પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.



સેલ્ફી લેવાનું આ યુવક માટે ખૂબ મોંઘુ પડ્યુ છે. પોલીસ ઇંસ્પેક્ટર પી વેંકટેશ્વરલૂએ કહ્યુ કે, આંધ્ર પ્રદેશનાં કદાપા જિલ્લામાં રહેતો 19 વર્ષનો મોહમ્મદ ખાન વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના શુક્રવારની સવારનાં સત્રમાં થઇ હતી. એક કલાકની રમત થયા બાદ એક દર્શક પોલીસનો સુરક્ષા ઘેરાવો તોડી વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો, ત્યારબાદ તેણે કોહલી સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે વિરાટ કોહલી તે યુવકથી બચવાનો પ્રયત્ન કરતો રહ્યો. તાજેતરમાં મળતી માહિતી મુજબ આ યુવક પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.