loader

Breaking News


Home > Gujarat > કોળી સમાજે સરકાર સમક્ષ આ બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની કરી માંગ


Foto

કોળી સમાજે સરકાર સમક્ષ આ બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની કરી માંગ

Jan. 19, 2018, 3:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં નવું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યા બાદ કોળી સમાજે તેમને અન્યાય થયો હોવાનો મત ભાજપ સરકાર પ્રત્યે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મંત્રી પરશોતમ સોલંકી પણ પોતાને મળેલાં ખાતાઓથી નારાજ હોવાને કારણે કેબિનેટ મીટીગમાં હાજર રહ્યાં નહોતા જો કે પાછળથી તેમને મનાવી લેવામાં આવ્યા હતાં. હવે પરશોતમ સોલંકી બાદ કોળી સમાજે તેમનાં બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માંગ કરી છે જેમાં મુકેશ પટેલ અને આર.સી પટેલનો સમાવેશ થાય છે.

કોળી સમાજનાં આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર સમક્ષ ઓલપાડના કોળી ધારાસભ્ય મુકેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલને મંત્રીમંડળમાં સમાવવામાં આવે જેને અનુલક્ષીને અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર પણ લખવામાં આવ્યો છે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું હતું કે આગામી રણનીતિ હવે પરષોતમભાઇ સોલંકીને મળીને બનાવવામાં આવશે તેમજ રાજકીય પક્ષો કોળી સમાજને ફક્ત વોટબેંક ના સમજે સાથે સન્માન પણ આપે.