loader

Breaking News


Home > National > કોટા : 2.5 લાખ લોકો એકસાથે કરશે યોગ, બાબા રામદેવ બનાવશે વર્લ્ડ રેકોર્ડ


Foto

કોટા : 2.5 લાખ લોકો એકસાથે કરશે યોગ, બાબા રામદેવ બનાવશે વર્લ્ડ રેકોર્ડ

June 20, 2018, 1 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોટા : રાજસ્થાનનાં કોટામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સ્વામી રામદેવ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. અહી એક જગ્યા પર બે થી અઢી લાખ લોકો એકસાથે યોગ કરશે. આ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ કોટામાં આવી પહોંચી છે.

આ યોગ કાર્યક્રમમાં કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓ, આર્મી, પોલીસ સહીત મોટી સંખ્યામાં ગામ લોકોને બોલાવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી બાબા રામદેવ કોટામાં લોકોને અભ્યાસ કરાવી રહ્યા છે. જો કે મોટી વાત એ છે કે રાજ્ય સ્તરીય સમારોહનો કોંગ્રેસે બોયકોટ કર્યો છે. સમગ્ર શહેરમાં કોંગ્રેસનો કોઇપણ નેતા કે કાર્યકર્તા બાબા રામદેવની શિબિરમાં નથી જઈ રહ્યાં. કોંગ્રેસ બાબા રામદેવનાં યોગ કાર્યક્રમનો વિરોધ કરશે.