loader

Breaking News


Home > Gujarat > શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને BJP માં લાવવા ક્ષત્રિય મંત્રીની કવાયત તેજ


Foto

શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને BJP માં લાવવા ક્ષત્રિય મંત્રીની કવાયત તેજ

June 15, 2018, 1:04 p.m.
      Whatsapp   

માનવમિત્ર : રાજ્યસભાની ચુંટણીમાં કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા સહીત તેમનાં પુત્રએ પણ રાજીનામું આપી દીધું હતું. શંકરસિંહ વાઘેલા જનવિકલ્પ નામની નવી પાર્ટી બનાવી પણ તે કઈ ખાસ ઉકાળી શકી નહોતી. જો કે હવે તેમનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને તેઓ સેટ કરવામાં લાગ્યા છે.

મળતી માહિતી મુજબ હવે મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં પ્રવેશ કરી શકે છે આ માટે એક ક્ષત્રિય મંત્રી કામે લાગ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ મહેન્દ્રસિંહ વાઘેલાને લોકસભાની ચુંટણી લડાવીને દિલ્હી મોકલવાની તૈયારીઓ પણ ચાલી રહી છે જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી પરંતુ લોકસભા ચુંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપે આ મિશન માટે કોઈ ક્ષત્રિય મંત્રીને પણ મેદાનમાં ઉતાર્યા છે તેવી ચર્ચા પણ લોકોમાં થઇ રહી છે.