loader

Breaking News


Home > National > કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદનાં શપથ લેશે, વિપક્ષી દળોને આમંત્રણ અપાયું


Foto

કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદનાં શપથ લેશે, વિપક્ષી દળોને આમંત્રણ અપાયું

May 21, 2018, 4:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટકમાં જોરદાર ઘટનાક્રમના દોર બાદ બુધવારે જેડીએસના નેતા કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. કાંતિરવા સ્ટેડિયમમાં શપથવિધિ થશે.

મમતા બેનર્જી, માયાવતી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, ચંદ્રશેખર રાવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ત્રણથી ચાર લાખ લોકો ઉપસ્થિત રહેશ . કુમારસ્વામીએ કહ્યું હતું કે, રાજ્યપાલે અમને ૧૫ દિવસમાં બહુમતિ સાબિત કરવા માટે કહ્યું છે. હકીકતમાં અમને આટલા સમયની જરૂર નથી. તેઓ વહેલી તકે વિશ્વાસમત લઇને આવશે.

કુમારસ્વામી બુધવારે બપોરના ગાળામાં મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર છે. જો કે, મંત્રીમંડળની રચના કોંગ્રેસ સાથે વાતચીત કર્યા બાદ મોડેથી લેવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યપાલ વજુભાઈ વાળા બુધવારના દિવસે કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવશે. કર્ણાટક ચૂંટણી પરિણામ આવ્યા બાદ બહુમતી પુરવાર કરવાના ઘટનાક્રમમાં ભાજપની હાર થયા બાદ હવે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બનશે. ભાજપ તરફથી યેદીયુરપ્પાએ રાજીનામું આપી દીધા બાદ ગઠબંધન સરકારનો માર્ગ મોકળો થયો હતો.