loader

Breaking News


Home > National > કુમારસ્વામીનાં શપથ ગ્રહણ સમારોહમાં થશે વિપક્ષી એકતાનાં દર્શન, વિપક્ષો આવ્યાં એક મંચ પર


Foto

કુમારસ્વામીનાં શપથ ગ્રહણ સમારોહમાં થશે વિપક્ષી એકતાનાં દર્શન, વિપક્ષો આવ્યાં એક મંચ પર

May 23, 2018, 12:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કર્ણાટક વિધાનસભા પરિસરમાં આજે એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી પદની શપથ લેવા જઈ રહ્યા છે તેમની સાથે કોંગ્રેસ ધારાસભ્ય જી. પરમેશ્વર ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કુમારસ્વામીની શપથ પર એક બાજુ ભાજપ પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે બીજી તરફ કર્ણાટક વિધાનસભા પરિસરમાં એક મંચ પર ભાજપ વિરોધમાં વિપક્ષી દળોનું શક્તિપ્રદર્શન પણ જોવા મળશે.

શપથ ગ્રહણ સમારોહમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. આ ઉપરાંત એક સમયે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એકબીજાના કટ્ટર વિરોધી રહેલા બસપા અને સપાનાં પ્રમુખ નેતા માયાવતી અને અખિલેશ યાદવ એકમંચ પર હાજર રહેશે. પહેલી વખત એવું બનશે કે બંને નેતાઓ એક સાથે, એક સમયે, એક મંચ પર નજર આવશે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, લેફ્ટ પક્ષો, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજદ નેતા અને બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે.