loader

Breaking News


Home > National > શપથગ્રહણ પહેલા આજે દિલ્હી જશે કુમારસ્વામી, સોનિયા - રાહુલ ગાંધી સાથે થશે મુલાકાત


Foto

શપથગ્રહણ પહેલા આજે દિલ્હી જશે કુમારસ્વામી, સોનિયા - રાહુલ ગાંધી સાથે થશે મુલાકાત

May 21, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજનીતિક કાવાદાવા હવે ખત્મ થઇ ગાય છે. ભાજપની સરકાર પડી ગયા બાદ હવે કોંગ્રેસ - જેડીએસની નવી સરકાર શપથ લેશે. મુખ્યમંત્રી પદની શપથ લીધા પહેલાં જેડીએસ નેતા એચડી કુમારસ્વામીઅ આજે નવી દિલ્હી જશે અહી કુમારસ્વામી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે>.

દિલ્હી જતા અગાઉ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને સરકારનાં પાંચ વર્ષ માટે આશીર્વાદ લેશે. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે બેઠકમાં કેબિનેટનાં મુદ્દાઓ પર ચર્ચા થશે. જો કે હજુ સુધી નક્કી નથી થયું કે કોને કયું ખાતું મળશે. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામી બુધવારે કર્ણાટકનાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.