loader

Breaking News


Home > Gujarat > કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે


Foto

કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

July 3, 2018, 11:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસનાં નેતા અને જસદણનાં ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો હાથ પકડી લીધો છે. કુવરજી બાવળીયાએ રાજીનામું આપતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ યોજી હતી ત્યારબાદ તેઓએ વિધાનસભાનાં અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી જે આજે સત્ય પુરવાર થઇ હતી. કુંવરજીએ થોડા સમય અગાઉ જ પોતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે તેવા સંકેતો આપ્યા હતા. જો કે કોંગ્રેસનાં નેતાઓએ તેમને મનાવવાનાં પ્રયાસો કર્યા હતા તેમાં નિષ્ફળતા સાંપડી હતી. એક શક્યતા મુજબ કુંવરજી બાવળીયાને ગુજરાત સરકારમાં મંત્રીપદ મળી શકે છે.