loader

Breaking News


Home > Gujarat > કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસરનું મોંઢુ કાળુ કરનાર પાંચ આરોપીઓની ધરપકડ


Foto

કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસરનું મોંઢુ કાળુ કરનાર પાંચ આરોપીઓની ધરપકડ

June 28, 2018, 3:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં આગામી સેનેટ સભ્યોની ચુંટણીના વિરોધમાં એબીવીપીના ટોળાએ પ્રોફેસરનું મોઢા પર જવલનશીલ પદાર્થ છાંટી મોઢું કાળું કરી નાખી માર મારવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે, આ હિચકારી ઘટનામાં પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે. પ્રોફેસરને ઘસડી ટોળાએ માર મારી મોઢું કાળું કરી દેતા યુનિવર્સિટીમાં હડકંપ મચી ગયો હતો.

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર અને માધાપર રહેતા ડોક્ટર ગીરીન કમલકાંત બક્ષીની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ મંગળવારે સવારે યુનિવર્સિટીના કાર્યલયમાં બન્યો હતો. કચ્છ યુનિ.ની સેનેટ ચૂંટણી માટે જાહેર કરાયેલી નવી મતદાર યાદીમાં અનેક મતદારોના નામ મનસ્વી રીતે બાકાત કરાયાંના આક્ષેપ સાથે એબીવીપીએ ચૂંટણી અધિકારી ગિરીન બક્ષીના ચહેરા પર ડામર જેવો ઘટ્ટ કાળો પ્રવાહી પદાર્થ છાંટી મોઢું કાળું મેંશ કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. મોઢું કાળું કર્યા બાદ એબીવીપી કાર્યકરો બક્ષીને તેમની સાથે ફેરવી વીસીની કચેરીએ લઈ ગયા હતા.

એબીવીપીના આ ઉગ્ર વિરોધ કાર્યક્રમે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ સર્જયો છે. એબીવીપીના કાર્યકરો સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં એ બ્લોકમાં આવેલ કેમસ્ટ્રી ભવનમાં ધસી ગયા હતા. અહી તેમણે ભવનના વડા બક્ષીને તેમની ચેમ્બરમાંથી બહાર કાઢી ધોલધપાટ કર્યા બાદ તેમના ચહેરા પર કાળો પદાર્થ ફેંકી તેમને નીચે પાડી દીધા હતા. સમગ્ર મુદ્દે બક્ષીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર સાથે વિદ્યાર્થીઓના ગેરવર્તનથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે. એબીવીપીના ટોળા દ્વારા પ્રોફેસર પર હુમલાનો મામલે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરાયો વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક પગલા લેવાની માગ કરી હતી.