loader

Breaking News


Home > Gujarat > લગે રહો MLA જીગાભાઈ, સાઉથની ફિલ્મમાં રોલ કરતાં પહેલાં ગુજરાતી ધારાસભ્ય


Foto

લગે રહો MLA જીગાભાઈ, સાઉથની ફિલ્મમાં રોલ કરતાં પહેલાં ગુજરાતી ધારાસભ્ય

Jan. 29, 2018, 4:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જીજ્ઞેશ મેવાણી હવે સાઉથની ફિલ્મમાં હીરોગીરી કરતાં નજરે ચડશે. સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ કબાલીના ડાયરેક્ટર રંજીથ ચેન્નઈમાં જીજ્ઞેશ મેવાણીને મળેલાં ત્યારબાદ મેવાણીથી પ્રભાવિત થતાં તેઓએ ફિલ્મમાં કેમીઓ કરવાની ઓફર આપી હતી જે મેવાણીએ સ્વિકારી લીધી હતી. આ ફિલ્મમાં મેવાણી આંદોલનકારીની ભૂમિકામાં નજરે પડશે.

કબાલીનાં ડાયરેક્ટર રંજીથની આ ફિલ્મનું નામ કાલા છે જેમાં રજનીકાંત, નાના પાટેકર, હુંમા કુરેશી તેમજ કેમીઓમાં જીજ્ઞેશ મેવાણી જોવા મળશે. આ ફિલ્મમાં જીજ્ઞેશ મેવાણીનો રોલ એક આંદોલનકારી તરીકેનો હશે. જીજ્ઞેશ મેવાણીએ આ બાબતની જાણ પોતાનાં ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી હતી. આમ જીજ્ઞેશ મેવાણી જનતાની લડાઈ લડીને હીરો તરીકે ઉભર્યા હતાં હવે તેઓ ખુદ એક ફિલ્મમાં હીરોગીરી કરી રહ્યાં છે જેને કારણે તેમનાં પ્રશંસકો પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે.