loader

Breaking News


Home > Gujarat > બ્રહ્મસમાજ મંત્રી વિભાવરી દવે પર લાલઘૂમ


Foto

બ્રહ્મસમાજ મંત્રી વિભાવરી દવે પર લાલઘૂમ

Jan. 19, 2018, 2:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ ભાજપે ૯૯ ની ડબલ ડીજીટમાં જીત મેળવીને સરકાર ફરી બનાવી છે ત્યારે ચૂંટાયેલા સભ્યોને ખબર નથી હોતી કે પાર્ટી પક્ષનું લેવલ બાદ સમાજનું પણ મોટું યોગદાન તેમને જીતાડવા લાગી હોય છે. બ્રહ્મ સમાજનાં સુપ્રીમો એવા યજ્ઞેશ દવેએ ભાજપનાં મંત્રી વિભાવરી દવેને તેમની ઓફિસે મુલાકાત માટે સમાજનાં આગેવાનો મળવા માંગે છે ત્યારે ચૂંટાયેલા આ ધારાસભ્ય અને હાલ મંત્રી તરીકે પદ શોભાવતાં વિભાવરીબેન દવેએ ૨ કલાક બહાર બેસી રહેવા અને રાહ જોવાનું કહી દેતાં બ્રહ્મ સમાજ તથા આગેવાનો ગિન્નાયા હતાં.

ચુંટણી સમયે હાથ પગ જોડતાં અને સમાજનો ટેકો મેળવવા આજીજી કરતાં હોય અને ચુંટાયા બાદ હવા, પાણી બદલાઈ ગયાં હોય તેમ અભિમાનનો પારો વિભાવરીબેનનો ઉંચો ચઢી જતાં બ્રહ્મસમાજને ૨ કલાક વેઈટીંગમાં બેસાડી ત્યારે આગેવાનો પણ મંત્રીને હવે નથી મળવું કહીને ચાલતી પકડી હતી ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર બન્યાં બાદ મંત્રીનું આસન શોભાવતાં મહિલા મંત્રીના આ સ્વભાવને કારણે બ્રહ્મસમાજ લાલઘુમ થયો છે. જો સત્તાધીશો સમાજનાં આગેવાનોને ગણતાં ના હોય તો સામાન્ય માનવીની કોઈ હેસિયત ખરી ? આજે સરકાર બન્યાં બાદ પણ સ્વર્ણિમ સંકુલ - ૧ અને સ્વર્ણિમ સંકુલ - ૨ માં કાગડાં ઉડી રહ્યાં છે. પ્રજાનાં કામ થતા હોય તો પ્રજા ભાડા ખર્ચીને અહી સુધી લાંબા થાય પણ કામ થવાની વાત તો દુર રહી પણ સમાજનાં આગેવાનોને વેઇટિંગમાં ૨ કલાકની રાહ જોવાનું કહે તો પ્રજાનાં કામ કરશે ખરા ? બ્રહ્મસમાજનાં સુપ્રીમો યજ્ઞેશ દવે તથા ટીમને આ કડવો અનુભવ થતાં તેમણે જણાવેલ કે ચુંટણી સમયે બ્રહ્મસમાજ ટેકો જાહેર કરે તેની આજીજી કરતાં અને આગેવાનોનાં ઘરનાં દરવાજા ખટખટાવતા આજે સમાજનાં આગેવાનોએ વેઇટિંગમાં બેસાડી દીધા છે ત્યારે યજ્ઞેશ દવે અને તેની ટીમે એ પણ જણાવેલ કે અમો સમાજનાં હિતમાં અને સમાજનાં કામ માટે નીકળ્યાં છીએ, મંત્રીનો આ ટોણો ભવિષ્યમાં શાસક પક્ષને મોટું નુકશાન કરે તો નવાઈ નહી.