loader

Breaking News


Home > National > લાલુપ્રસાદ યાદવને સારવાર માટે મુંબઈનાં એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટમાં દાખલ કરાયા


Foto

લાલુપ્રસાદ યાદવને સારવાર માટે મુંબઈનાં એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટમાં દાખલ કરાયા

May 24, 2018, 9:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રાષ્ટ્રીય જનતા દળનાં પ્રમુખ લાલુપ્રસાદ યાદવને મુંબઈની એશિયન હાર્ટ ઇન્સ્ટીટયુટમાં એડમીટ કરવામાં આવ્યાં છે. તેમનાં પરિવારનાં નજીકના સુત્રોએ જણાવ્યું હતુ કે ઘણા વર્ષ અગાઉ લાલુપ્રસાદ યાદવની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેઓએ આ હોસ્પિટલનાં હદયરોગનાં પ્રસિદ્ધ ડોક્ટર રામાકાન્ત પાંડા પાસે સારવાર માટે સમય માંગ્યો હતો.

ચાર કૌભાંડમાં દોષિત ઠરાવાયેલા બિહારનાં પૂર્વ મુખ્યમંત્રીને ઝારખંડની હાઈકોર્ટે છ અઠવાડિયાનાં જામીન આપ્યા છે. હોસ્પીટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાંચ ડોકટરોની ટીમને લાલુપ્રસાદ યાદવની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે લાલુપ્રસાદ યાદવ દોષિત સાબિત થયા બાદ ૨૩ ડીસેમ્બરથી જેલમાં હતા.