loader

Breaking News


Home > National > તેજપ્રતાપનાં લગ્ન માટે લાલુપ્રસાદ યાદવને મળી ત્રણ દિવસની પેરોલ


Foto

તેજપ્રતાપનાં લગ્ન માટે લાલુપ્રસાદ યાદવને મળી ત્રણ દિવસની પેરોલ

May 10, 2018, 12:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પટના : રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવને તેમનાં મોટા દીકરા તેજપ્રતાપનાં લગ્ન માટે ત્રણ દિવસની પેરોલ આપવામાં આવી છે. તેજપ્રતાપનાં લગ્ન ૧૨ મે નાં રોજ થશે \. લાલુપ્રસાદ યાદવને ૧૧ મે થી ૧૩ મે સુધીની પેરોલ મળી છે. જો કે પેરોલ મળ્યા બાદ તેમનાં અમુક શરતોનું પાલન પણ કરવું પડશે.

ઘાસચાર કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા લાલુપ્રસાદ યાદવને પુત્ર તેજપ્રતાપનાં લગ્ન માટે ત્રણ દિવસનાં પેરોલ મળ્યા છે જો કે તેમની પર કેટલાક અંકુશ પણ મુકવામાં આવ્યાં છે. આ શરતો મુજબ લાલુપ્રસાદ યાદવ જ્યાં સુધી જેલની બહાર રહેશે ત્યાં સુધી તેઓ મીડિયા સાથે ચર્ચા નહી કરી શકે. આ દરમિયાન લાલુપ્રસાદ યાદવ પાસે સુરક્ષા જવાનો પણ રહેશે.

ઉલ્લેખનીય છે કે લાલુપ્રસાદ યાદવ તેજપ્રતાપની સગાઈમાં ઉપસ્થિત નહોતાં રહી શક્યા. તેજપ્રતાપ અને એશ્વર્યાની સગાઇ પટનાની એક હોટેલમાં યોજાઈ હતી અને હવે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.