loader

Breaking News


Home > National > લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, ટ્વીટ કરી તેજસ્વીએ વ્યક્ત કરી ચિંતા


Foto

લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, ટ્વીટ કરી તેજસ્વીએ વ્યક્ત કરી ચિંતા

Aug. 21, 2018, 10:41 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી હોવાની જાણકારી બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટ કરી આપી હતી. આ સાથે તેણે હોસ્પીટલમાં તેમના પિતા લાલુપ્રસાદ યાદવનાં બેડ સાથે એક ફોટો પડાવેલી તસ્વીર ટ્વીટ કરી તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી છે.



લાલુ પ્રસાદનાં સ્વાસ્થ્યને લઇને તેજસ્વી યાદવે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે, મારા પિતા દરેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીથી લડી રહ્યા છે. તેમની તબિયત ઝડપથી લથડી રહી છે અને સાથે ચેપ લાગવાની સમસ્યા પણ વધી ગઇ છે. તેજસ્વીએ કહ્યુ કે, મારા પિતા નિષ્ણાંત ડૉક્ટરોની દેખરેખે હેઠળ સારવાર લઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે લાલુપ્રસાદ યાદવને ડાયાબીટિસની બિમારી છે, જેના કારણે અન્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, સત્તા પક્ષે સ્વાસ્થ્ય સંબંધી બાબતે પણ રાજનીતિ કરવાનું ચાલુ રાખ્યુ છે.