loader

Breaking News


Home > National > પીએમ મોદી અને સીએમ નીતિશ કુમાર પર લાલુનાં શબ્દબાણ, કહ્યુ તાનાશાહી તરફ વધી રહ્યો છે દેશ


Foto

પીએમ મોદી અને સીએમ નીતિશ કુમાર પર લાલુનાં શબ્દબાણ, કહ્યુ તાનાશાહી તરફ વધી રહ્યો છે દેશ

Aug. 29, 2018, 9:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચારા ઘોટાળાનાં દોષી અને આરજેડીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સીબીઆઇની વિશિષ્ટ કોર્ટની સામે આત્મસમર્પણ કરવા માટે રાંચી પહોચી ગયા છે. રાંચી પહોચ્યા પહેલા પટનાથી આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, દેશ હવે તાનાશાહ શાસન તરફ આગળ વધી રહ્યુ છે.



લાલુ પ્રસાદ યાદવે બિહારમાં કાયદો વ્યવસ્થાને લઇને નીતિશ કુમાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, અહી અરાજકતાનો માહોલ છે. લાલુએ બિહારનાં કાયદો વ્યવસ્થાને લઇને કહ્યુ કે, અહી કાયદો વ્યવસ્થાની રોજ હત્યા, બળાત્કાર થાય છે. આ પ્રકારની ઘટના રોકવામાં સરકાર તદ્દન ફેઇલ રહી છે. વળી લાલુએ પીએમ મોદી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યુ કે, દેશને તાનાશાહી તરફ ધકેલવામાં આવી રહ્યુ છે, આ બધુ દેશમાં કટોકટી લગાવવા માટેની એક સમજણભરી ચાલ છે. સારવાર અર્થે રાંચી હાઇકોર્ટથી મળેલ જામીનગીરીનો સમય ન વધારવામાં આવવાથી લાલુ પ્રસાદ યાદવ આજે 30 ઓગષ્ટનાં રોજ કોર્ટની સમક્ષ આત્મસમર્પણ કરવા માટે રાંચી પહોચી ગયા છે.

લાલુ પ્રસાદ યાદવે સારવાર અર્થે મળેલ જામીનગીરી અંગે કહ્યુ કે, મને હોસ્પિટલમાં આરામ કરવાનો કોઇ શોખ નથી. લાલુએ કહ્યુ કે, મને ન્યાયતંત્ર પર પૂરો ભરોશો છે, આજે નહી તો કાલે મને ન્યાય જરૂર મળશે.