loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં નવી જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન ફાળવણી કરાઈ


Foto

રાજ્યમાં નવી જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન ફાળવણી કરાઈ

Sept. 13, 2018, 5:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ પુરૂ પાડવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં નવરચિત ત્રણ જિલ્લાઓમાં પણ શિક્ષણને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજ્ય સરકારે ત્રણ નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે ૩૬.૪૨ હેકટર જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના છેવાડામાં વસવાટ કરતા કુટુંબના બાળકો પણ ગુણવત્તા સભર શિક્ષણ મેળવે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ભાર મુક્યો છે. તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આ જમીન ફાળવવામાં આવશે. જેમાં બોટાદ જિલ્લાના બોટાદ ખાતે, મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરીયા ખાતે નિર્માણ થનાર આ વિદ્યાલયોને પ્રત્યેકને ૧૨.૧૪ હેકટર લેખે કુલ ૩૬.૪૨ હેકટર જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવશે.