loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર ઘ-૪ સર્કલ પાસે મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા, ફી ભરવા દબાણ કરનારી સ્કૂલો સામે વાલીઓમાં એકતા


Foto

ગાંધીનગર ઘ-૪ સર્કલ પાસે મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા, ફી ભરવા દબાણ કરનારી સ્કૂલો સામે વાલીઓમાં એકતા

March 5, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : સરકાર દ્વારા ફી નિર્ધારણ મામલે સુપ્રિમ કોર્ટ સુધી વિજય મેળવ્યા બાદ પણ કેટલીક ખાનગી શાળાઓ વધુ ફી વસુલવા માટે દબાણ કરતી હોવાના કારણે વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે અને શાળાઓની આ જાહુકમી સામે રાજયભરમાં વાલીઓ દ્વારા નવમી માર્ચે ગાંધીનગરમાં દેખાવો કરવાનું આયોજન કરાયું છે. વાલીઓ દ્વારા મોટા પાયે વિરોધ થાય તે અગાઉ ચોથી માર્ચ રવિવારે ઘ-૪, સર્કલ પાસે ગાંધીનગરની વિવિધ સ્કુલના વાલીઓ ભેગા થયા હતા.

ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત ગણાતી ખાનગી સ્કુલના વાલીઓએ ભેગા થઈને વધુ ફી ઉઘરાવતી સ્કૂલો સામે લડત ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ઘ-૪ સર્કલ ખાતે રવિવારે સાંજે યોજાયેલી બેઠકમાં ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતી ખાનગી સ્કુલના ૧પ૦ થી વધુ વાલીઓ ઉપસ્થિત રહૃા હતા. આ બેઠકમાં કોઈપણ સંજાગોમાં વધુ ફી નહી ભરવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. કેટલીક સ્કૂલ દ્વારા વધારે ફી નહી ભરનાર બોર્ડના વિદ્યાર્થીઓને રીસીપ્ટ નહી અપાતી હોવાથી રજૂઆત કાને ધરાતી નહી હોવાની સ્થિતિમાં વાલી મંડળના સભ્યોએ ભેગા થઈને સ્કૂલ સંચાલકો સમક્ષ રજૂઆત કરવાનો અને રીસીપ્ટ અપાવવાનો નિર્ણય લીધો હતો.

ગાંધીનગરની કેટલીક ખાનગી શાળાઓ માર્ચ મહિના સુધીમાં વધુ ફી ભરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરી રહી છે. આ અંગે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવાનો નિર્ણય લેવાયો હતો. નવમી માર્ચે ગાંધીનગર ખાતે રાજયના વાલીઓ ભેગા થવાના છે ત્યારે તે વખતે વાલીઓની જવાબદારી વધી જાય છે અને વાલીઓ દેખાવોને સફળ બનાવવા તથા કોઈપણ સંજાગોમાં ખાનગી શાળાઓના સંચાલકો સામે ઝુકી નહી જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવમી માર્ચે જીલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે તેમજ બીજા અનેક મુદૃઓ અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી.